વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સળંગ શાસનને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “સેવા જ્યોત” કાર્યક્રમ સંદર્ભે આયોજન બેઠક યોજાઈ હતી. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ પ્રથમવાર મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને કેન્દ્રમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક કાર્યકાળની ઉજવણી રૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ દ્વારા આગામી ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૦૯ઃ૦૦ કલાકે ફોરવર્ડ હાઇસ્કુલથી વિદ્યાસભા મેદાન સુધી માર્ચ યોજાશે, જ્યાં પ્રધાનમંત્રીના સંભાષણનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના માર્ગદર્શન હેઠળ તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીના જણાવ્યા મુજબ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના વિવિધ મોરચા અને હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.




































