અમરેલી જિલ્લાના ધારી તાલુકાની કોઠા પીપરીયા પ્રાથમિક શાળાની બે તેજસ્વી વિદ્યાર્થીનીઓ હેમાંશી અને પટોળિયા દરશાલી તથા માર્ગદર્શક શિક્ષક સંદીપભાઈ ધડુકની નવા સંસદ ભવન, નવી દિલ્હીની શૈક્ષણિક મુલાકાત માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાનની ઉત્તમ કૃતિ રજૂ કરવા બદલ તેઓને સંસદ ભવનમાં ગાંધીજી કાર્યક્રમ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યા છે. તેમની આવક-જાવક ફ્‌લાઈટ દ્વારા કરવામાં આવી છે અને તમામ વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. તા. ૧ ઓક્ટોબરે અમદાવાદથી દિલ્હી માટે ઈન્ડિગોની ફ્‌લાઈટ દ્વારા પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન નવા સંસદ ભવન ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન, અક્ષરધામ મંદિર અને ઈન્ડિયા ગેટની મુલાકાત પણ લેશે. આ સિદ્ધિથી શાળા, ગામ અને અમરેલી જિલ્લાનું ગૌરવ વધ્યુ છે. વિદ્યાર્થીનીઓની સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે.