રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરી અને ખેડૂતો સાથે કથિત છેતરપિંડીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અને અમદાવાદમાં ચાલતા બે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે ખેડૂતોને નાણાકીય મુશ્કેલીમાં ફસાવી તેમની કિંમતી જમીન પડાવી લેવાના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે.પોલીસ તપાસ મુજબ, આ નેટવર્કમાં અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ સહિતના લોકોની સંડોવણી હોવાનો આક્ષેપ છે. આરોપીઓ ખેડૂતોને વ્યાજે નાણાં આપ્યા બાદ તેમની પાસેથી મૂળ રકમ કરતાં અનેકગણી વધુ રકમ વસૂલતા અને જમીનના દસ્તાવેજા અન્ય વ્યÂક્તઓના નામે કરાવી લેતા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જરૂરિયાતના સમયે નાની રકમ વ્યાજે આપવામાં આવતી હતી. ત્યારબાદ લોનની રકમ પર ભારે વ્યાજ વસૂલવામાં આવતું અને કેટલીક પરિÂસ્થતિમાં ખેડૂતોની જમીન અન્ય વ્યÂક્તઓના નામે કરાવી લેવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
જ્યારે ખેડૂતો પોતાની જમીન પરત મેળવવા માટે આરોપીઓનો સંપર્ક કરતા ત્યારે તેમની પાસેથી અગાઉ લીધેલી રકમ કરતાં ઘણી વધારે રકમની માંગ કરવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે. આ રીતે ખેડૂતોની આર્થિક મજબૂરી અને જમીન સંબંધિત દસ્તાવેજાની જાણકારીનો લાભ લઈ સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.તપાસ દરમિયાન આરોપીઓ સાથે સંકળાયેલી કેટલીક પેઢીઓ અને સંસ્થાઓના નામ પણ સામે આવ્યા છે. તેમાં ‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ’, ‘ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ’નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ પ્રવૃત્તિઓને વ્યવÂસ્થત રીતે ચલાવવા માટે આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા સાયબર નિષ્ણાતની મદદ લેતા હતા. કોલ સેન્ટરમાં મહિલાઓ મારફતે ખેડૂતો અને અન્ય લોકોનો સંપર્ક કરવામાં આવતો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
રાજકોટ શહેરમાં આવેલા કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડ્યો ત્યારે આશરે ૧૪ મહિલાઓ કામ કરતી મળી આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી મહત્વપૂર્ણ દસ્તાવેજા અને અન્ય સામગ્રી કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના વિસ્તારોના આશરે ૩૨ ખેડૂતોના જમીન સંબંધિત દસ્તાવેજાની નકલો મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દસ્તાવેજામાં ૭/૧૨ ઉતારા, ૮-અ, હક્ક પત્રક, બોજા પત્રક તેમજ વિવિધ ઓળખના દસ્તાવેજાનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેરમાં તેના વિરુદ્ધ ૭ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૬ મળી કુલ ૧૩ ગુના નોંધાયેલા છે. હાલ અલ્પેશ દોંગા જેલમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં તેની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ કોર્ટ મારફતે તેનો કબજા મેળવવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.આ કેસમાં સંડોવણીના આક્ષેપસર હિરેન લુણાગરિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે સમગ્ર નેટવર્ક સાથે જાડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો અને ખેડૂતો પાસેથી લેવામાં આવેલા દસ્તાવેજા અંગે તપાસ કરી રહી છે.








































