તમિલનાડુના મુખ્યમંત્રી સી જાસેફ વિજયે એશિયન ગેમ્સ ૨૦૨૬ માં મિશ્ર ૪ટ૪૦૦ મીટર રિલેમાં સિલ્વર મેડલ જીતનાર ટીમના બે ખેલાડીઓ માટે ઈનામની જાહેરાત કરી છે. ભારતીય ટીમે ગુરુવારે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો. ટીમમાં ટીએસ મનુ અને એમઆર પૂવમ્મા સાથે તમિલનાડુના બે એથ્લેટ, વિથ્યા રામરાજ અને વિશાલ ટીકેનો સમાવેશ થાય છે. સીએમ વિજયે વિથ્યા અને વિશાલ માટે ૫૦-૫૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. અગાઉ, સીએમ વિજયે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી જી કમલિની માટે ૭૫ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી.
ફાઇનલમાં શ્રીલંકા પર ભારતની ૧૪૭ રનની જીત બાદ વિજયે તમિલનાડુની વતની કમલિની ને અભિનંદન આપ્યા. તાજેતરની જાહેરાત સાથે, એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા તમિલનાડુના બે અલગ અલગ જૂથોને હવે રાજ્ય સરકાર તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યા છે.
ભારતે મિશ્ર ૪૦૦ ટ ૪૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીત્યો. પૂવુમા માચેતિરા, વિશાલ થેન્નારાસુ, વિથ્યા રામરાજ અને મનુ થેક્કીનાલિલની ચોકડીએ શાનદાર પ્રદર્શન કર્યું, ૩ઃ૧૪.૪૬ મિનિટનો સમય કાઢીને બીજા સ્થાને રહી. ભારત એક સમયે પાછળ રહ્યું, પરંતુ બાદમાં ત્રીજા સ્થાને રહ્યું અને અંતે અંતિમ લેપમાં બીજું સ્થાન મેળવ્યું. બહેરીને ૩ઃ૧૨.૮૭ ના ગેમ્સ રેકોર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતે ૨૦૧૮ જકાર્તા એશિયન ગેમ્સમાં મિશ્ર ૪ટ૪૦૦ મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને ૨૦૨૩ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતે આ ઇવેન્ટમાં એશિયન ગેમ્સ મેડલ જીત્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, ભારતે ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ૧૯ મેડલ જીત્યા છે. આમાં બે ગોલ્ડ, આઠ સિલ્વર અને નવ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ચીન હાલમાં સ્ટેન્ડીંગમાં આગળ છે.







































