અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓના ૪૦ મંત્રીઓ, મેનેજરો અને ડિરેક્ટરો માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અંતર્ગત દેશની રાજધાની દિલ્હી ખાતે ઇફ્‌કો દ્વારા ‘ફર્ટિલાઇઝર માર્કેટિંગ અને મેનેજમેન્ટ ટેક્નોલોજી’ વિષય પર ચાર દિવસીય વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમનો મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સહકારી આગેવાનોને ખેતી અને સહકાર ક્ષેત્રે થઈ રહેલા આધુનિક તથા વૈશ્વિક બદલાવોથી માહિતગાર કરવાનો છે. તાલીમ દરમિયાન સહભાગીઓને નવી ટેક્નોલોજી અને વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ જ્ઞાનનો ઉપયોગ સ્થાનિક સ્તરે ખેડૂતો તથા સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.