બાબરામાં રાજકોટ-ભાવનગર હાઈવે પર ચરખા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.આ અંગે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભુરવાની ફળિયામાં રહેતાં સીયાનીબેન ટીકારામ રાવતે (ઉ.વ. ૩૭) અજાણ્યા ફોરવ્હીલચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પતિ મૃતક ટીકારામ ટનટિયા રાવત તથા દીકરા બીકા ટીકારામ રાવત અને હીરા ટીકારામ રાવત પોતાની મોટરસાઈકલ લઈને લુણકી ગામથી કોટડાપીઠા ગામે જતા હતા.મોટરસાઈકલ તેમના પતિ ચલાવી રહ્યા હતા. તે વખતે ચરખા ગામે ભાવનગર-રાજકોટ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ પાસે પહોંચતાં એક સફેદ રંગની અજાણ્યા ફોરવ્હીલના ચાલકે પૂરઝડપે આવીને તેમને અડફેટે લીધા હતા. ટક્કર વાગતાં મોટરસાઈકલચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર પડી જતાં સીયાનીબેનના પતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. એસ. ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.