સાવરકુંડલામાં ભમોદ્રા રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ૫ શખસોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૧૦,૨૮૦નો રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસમાંથી મળતી વિગત મુજબ, દિલાવરશા આલમશા કનોજિયા, રમેશભાઈ અનિલભાઈ વનરા, નિલેશભાઈ મનસુખભાઈ દેગામા, કૌશિકભાઈ જયસુખભાઈ મોલાડિયા તથા વિજયભાઈ વિનુભાઈ મોલાડિયા જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શખસોની અટકાયત કરી રોકડા રૂ. ૧૦,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. જે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































