ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂત રમેશભાઈ સાવલિયાની વાડીના મકાનમાં સિંહ ઘૂસી આવતાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વાડીના મકાનમાં બેઠેલા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીર જંગલની આસપાસના વિસ્તારોમાં સિંહો માનવ રહેણાક વિસ્તારો અને વાડીના મકાનોમાં અવારનવાર આવી ચડતા હોવાના બનાવો સામે આવે છે. ધારી તાલુકામાં વન્યપ્રાણીઓની અવરજવર હવે સહજ બાબત બની રહી છે. સિંહ સહિતના વન્યપ્રાણીઓની હરકતો સતત કેમેરામાં કેદ થતી રહે છે. સિંહને મકાનમાં જોઈ આસપાસના લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. વનવિભાગ દ્વારા લોકોને વન્યપ્રાણીઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.








































