ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ બ્લોકના ભીરખુદ પંચાયતમાં સ્થિતિ તરેતા ગામમાં સોમવારે પૂરના પાણીમાં ડૂબી જવાથી છ બાળકોના મોત થયા. આ અકસ્માત ગેસ વેરહાઉસ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીમાં રહેલા બાળકોને શોધવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સુલતાનગંજ પોલીસ સ્ટેશન અને પ્રાદેશિક અધિકારીને જાણ કરવામાં આવી હતી.ઘણી મહેનત પછી, ગ્રામજનોએ છ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા. ત્યારબાદ તેમને સુલતાનગંજ રેફરલ હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંના ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા. મૃતકોની ઓળખ રાહુલ કુમાર, વિકાસ કુમાર, જ્યોતિ કુમારી, પૂજા કુમારી, મીનાક્ષી કુમારી અને આયુષ કુમાર તરીકે થઈ છે. બધા બાળકો ૧૦ થી ૧૫ વર્ષની વયના હોવાનું કહેવાય છે. તેઓ નજીકના વિષ્ણુ ટોલા અને દુધૈલા વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે.
છ બાળકોના મૃત્યુના સમાચાર ફેલાતાં જ સમગ્ર ગામમાં શોક ફેલાઈ ગયો. ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા. માહિતી મળતાં, પોલીસે તમામ મૃતદેહોનો કબજા લીધો અને પોસ્ટમોર્ટમ માટે ભાગલપુર મોકલવાની પ્રક્રિયા શરૂ કરી.અકસ્માતના સમાચાર મળતાં જ મૃતક બાળકોના પરિવારજનો દુઃખી થઈ ગયા. ગામમાં શોક છવાઈ ગયો હતો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો પરિવારોને સાંત્વના આપવા માટે હોસ્પિટલ દોડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ એનડીએ કાર્યકરો સુલતાનગંજ રેફરલ હોસ્પિટલ પણ પહોંચ્યા. તેઓ અસરગ્રસ્ત પરિવારોને મળ્યા અને શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને સરકારી સહાય પૂરી પાડવાનું પણ વચન આપ્યું.








































