એક અઠવાડિયામાં બીજી વખત, સુદાનમાં સોનાની ખાણ ધસી પડી છે, જે ભીષણ ગૃહયુદ્ધની જ્વાળાઓમાં ફસાઈ ગયું છે. ઉત્તરપૂર્વીય સુદાનમાં લાલ સમુદ્ર રાજ્યમાં ખાણ ટનલ ધસી પડતાં ઓછામાં ઓછા ૧૧ ખાણ કામદારો માર્યા ગયા અને ૩૦ ઘાયલ થયા. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોની શોધ ચાલુ છે. એક અઠવાડિયા પહેલા, પશ્ચિમ સુદાનમાં ખાણ ધસી પડવાથી ૮૨ લોકો માર્યા ગયા હતા.લાલ સમુદ્ર રાજ્યના દૂરના વિસ્તાર ઓનીમાં આ અકસ્માત થયો હતો. સ્થાનિક કાર્યકર અબ્દલહય ખરીફ અબાકરના જણાવ્યા અનુસાર, ખાણ ધરાશાયી થવાની ઘટના શનિવાર રાત્રે શરૂ થઈ હતી. રાજ્યની માલિકીની સુદાનિસ મિનરલ રિસોર્સિસ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં ૧૧ મૃતદેહો મળી આવ્યા હતા અને ૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કારણ કે તેમને મીડિયા સાથે વાત કરવાનો અધિકાર નહોતો. કંપનીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન જારી કર્યું હતું, પરંતુ મૃતકો અથવા ઘાયલોની સંખ્યા અંગે વિગતો આપી ન હતી.
એક અઠવાડિયામાં સુદાનમાં આ પ્રકારની આ બીજી મોટી ખાણ દુર્ઘટના છે. એક અઠવાડિયા પહેલા, દેશના પશ્ચિમ ભાગમાં બીજી સોનાની ખાણમાં ઘણી ટનલ તૂટી પડતાં ઓછામાં ઓછા ૮૨ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તાર અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસના નિયંત્રણ હેઠળ છે.
સુદાન સોનાનો મુખ્ય ઉત્પાદક દેશ છે અને ત્યાં હજારો નાની અને અનૌપચારિક ખાણો કાર્યરત છે. આ ખાણોમાં સલામતીના ધોરણોના વ્યાપક અભાવને કારણે અકસ્માતો સામાન્ય છે. થોડા મહિના પહેલા, સુદાનમાં સોનાની ખાણના વિવાદમાં અજાણ્યા બંદૂકધારીઓએ ૭૦ થી વધુ લોકોની હત્યા કરી હતી.સુદાન એપ્રિલ ૨૦૨૩ થી સેના અને આરએસએફ વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. આર્મ્ડ કોન્ફ્લક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા અનુસાર, સંઘર્ષમાં ઓછામાં ઓછા ૫૯,૦૦૦ લોકો માર્યા ગયા છે. જા કે, સહાય સંસ્થાઓ કહે છે કે આ આંકડો વાસ્તવિક મૃત્યુઆંક કરતા નોંધપાત્ર રીતે ઓછો હોઈ શકે છે.સંયુક્ત રાષ્ટÙ માટે કામ કરતા નિષ્ણાતોના મતે, સુદાનમાંથી મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરવામાં આવી છે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ રએસએફ પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવ્યો છે.આરએસએફ દારફુર અને કોર્ડોફાન પ્રદેશોમાં કેટલાક સોનાના ઉત્પાદક વિસ્તારોને નિયંત્રિત કરે છે.








































