બિલેશ્વર ખાંડ ઉદ્યોગ રામનગર પે.સેન્ટર શાળામાં વિકસિત ભારત-૨૦૪૭ અને સેવા અભિયાન-૨૦૨૬ અંતર્ગત ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ધોરણ ૬ થી ૮ ના ૨૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્ર પ્રદર્શનમાં નારણભાઈ બારડ, માનસિંગભાઈ જાદવ, અમરસિંહભાઈ બારડ, પ્રવીણભાઈ બારડ અને ગિરીશભાઈ સાંખટ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય અભયસિંહભાઈ ડોડીયાએ અભિયાનની માહિતી આપી હતી. મદદનીશ શિક્ષક ભરતભાઈ વાજાએ સંચાલન કર્યું હતું. શિક્ષક પરિવારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.










































