મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો મુખ્યમંત્રી એ કર્યો છે.પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે ૧૨૦ દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે.તદનુસારજે કામોમાં પુર્વ પાત્રતાની જાગવાઇ નથી એવ્વાં સિવાયના ટેન્ડરો માટે( જ્યાં માત્ર ફાયનાન્સીયલ બીડ હોય ) ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૫૧ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
કામમાં ઇજારદારોની પુર્વ પાત્રતાની ની જાગવાઈ ધરાવતા ટેન્ડરો માટે( જ્યાં ટેક્નીકલ અને ફાઇનાÂન્સયલ બીડ બે બીડ હોય તેવા ટેન્ડર) તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૬૬ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. ટેન્ડરની વેલિડિટીનો પ્રવર્તમાન ૧૨૦ દિવસનો ગાળો ઘટાડીને ૯૦ દિવસ કરવામાં આવ્યો છે. નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજાગો સિવાય વાટાઘાટો કરવાનું ટાળવાનું રહેશે.વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે; એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં. જા નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહી થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે. અધૂરી દરખાસ્તો ને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી એ કરેલા આ નિર્ણયોના પરિણામે રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા ત્વરિત અને વધુ પારદર્શક બનશે. એટલુજ નહિ,કામો નિયત સમયમર્યાદામાં શરૂ કરી શકાશે અને પ્રજાજનોને વહેલી સગવડ નો લાભ મળતો થવાથી ઇઝ ઓફ લિવિંગ માં વૃદ્ધિ પણ થશે.










































