રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આજ રોજ સવારે ૬ કલાક સુધીમાં કુલ એકંદર ૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે ૮૮ ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ Âસ્થતિ જાતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, સૌરાષ્ટÙમાં ૬૭.૮૬ ટકા અને કચ્છ ઝોનમાં ૫૭.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૨૨૪ તાલુકાઓમાં સરેરાશ ૧૭.૨૦ મિમિ વરસાદ થયો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ૨.૮૭ ઇંચ, સાબરકાંઠાના તલોદમાં ૨.૫૨ ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં ૨.૪૦ ઇંચ વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના ૯૬ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૭૦.૪૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે, ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૭૩ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે ૪૫ ડેમ હાઇ એલર્ટ, ૧૩ ડેમ એલર્ટ અને ૧૦ ડેમ વો‹નગ પર મૂકવામાં આવ્યા છે.
ચોમાસાની શરૂઆતથી તા. ૧ જૂન, ૨૦૨૬ થી ૧૮ સપ્ટેમ્બર,૨૦૨૬ દરમિયાન રાજ્યમાં કુલ ૮૫,૪૫૬ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ૯,૮૨૨ લોકોનું રેસ્ક્્યૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ નવસારીમાંથી ૨૯,૧૯૮, વલસાડમાંથી ૨૨,૨૧૪ અને સુરતમાંથી ૧૭,૯૯૨ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં એનડીઆરએફની ૧૦ ટીમો અને એસડીઆરએફની ૨૮ પ્લાટૂન તૈનાત રાખવામાં આવી છે, જ્યારે ૪ એનડીઆરએફ અને ૫ એસડીઆરએફની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.








































