અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ મેળાઓ દરમિયાન અંદાજે ૧૫ લાખ દર્શનાર્થીઓની સુવિધા માટે ૬૦૦૦ એક્સ્ટ્રા બસો દ્વારા ૩૦૦૦૦ જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. યાત્રાળુઓની સરળ આવનજાવન માટે ગબ્બરથી અંબાજી આરટીઓ વચ્ચે ૧૮ સ્પેશિયલ અને આબુ રોડ રૂટ પર ૧૦ મોટી બસો સહિત અંબાજીના ૧૦ બસ સ્ટેન્ડ પરથી સુચારુ વ્યવસ્થા ગોઠવાશે. પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના આશરે ૪૦૦૦ કર્મચારીઓ ૨૪ટ૭ ફરજ પર તૈનાત રહેશે. આ સાથે જ મુસાફરો માટે પીવાના પાણી, શેડ, જાહેર શૌચાલય તેમજ સુરક્ષા માટે જીપીએસ મોનિટરિંગ કંટ્રોલ રૂમ અને મિકેનિક ગેંગની વિશેષ સગવડ ઊભી કરવામાં આવી છે.મેળા દરમિયાન અંદાજે ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બસ સેવાનો લાભ લેશે તેવો અંદાજ છે. આ માટે તંત્ર દ્વારા ચારેય દિશામાંથી ૬૦૦૦ જેટલી વિશેષ (એક્સ્ટ્રા) બસો દોડાવવાનું આયોજન કરાયું છે, જેના દ્વારા કુલ ૩૦,૦૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, ગબ્બરથી અંબાજી આરટીઓ સુધી ૧૮ સ્પેશિયલ બસો અને આબુ રોડથી અંબાજી માર્ગ પર ૧૦ મોટી બસો મુસાફરોની સગવડ માટે સતત કાર્યરત રહેશે.
યાત્રાળુઓને સલામત રીતે અંબાજી પહોંચાડવા અને પરત લાવવા માટે સેવા પર્વ નિમિત્તે એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના આશરે ૪૦૦૦ અધિકારીઓ, સુપરવાઇઝર, ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિક સ્ટાફ દિવસ-રાત ૨૪ટ૭ ફરજ બજાવશે. અંબાજીના ૧૦ મુખ્ય બસ સ્ટેન્ડ પરથી આ તમામ એક્સ્ટ્રા બસોનું સુચારુ સંચાલન કરવામાં આવશે.માઈભક્તોની સગવડ માટે પીવાનું શુદ્ધ પાણી, જાહેર પેશાબઘર અને કામચલાઉ પેસેન્જર શેડ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ અણબનાવ કે યાંત્રિક ખામીને પહોંચી વળવા ક્રેન અને મિકેનિક ગેંગની ટીમ તૈનાત રહેશે. તમામ વાહનોનું ૨૪ટ૭ જીપીએસ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવા માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ, પર્યાવરણની જાળવણી માટે પણ જીએસઆરટીસી દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.









































