આગામી ગણપતિ ઉત્સવ અને અન્ય તહેવારો દરમિયાન રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા એક ખાસ શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડ્ઢઅજીઁ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ હિન્દુ સંગઠનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા તમામ સમાજના આગેવાનોને તહેવારો દરમિયાન એકતા, પરસ્પર ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.