સાવરકુંડલા ટાઉનમાં ’હું તને જ ગાળો આપુ છું, થાય એ કરી લે’ કહી ભૂંડા બોલ્યા હતા. આ અંગે પ્રેમજીભાઇ કરશનભાઇ ધાખડા (ઉ.વ.૫૯)એ ઘનશ્યામભાઇ જયસુખભાઇ બોરીસાગર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘરેથી દળણું દળાવા જતા હતા. બજારમાં સામાવાળાએ ખરાબ ખરાબ ગાળો બોલતા હોવાથી તેમણે ગાળો બોલવાની ના પાડી હતી, જેથી સામાવાળાએ કહ્યું કે હું તનેજ ગાળો આપુ છું. થાય એ કરી લે એમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ ડી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.






































