ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા ગુરપ્રીત સેખોન આમ આદમી પાર્ટીમાં જાડાયા છે. રવિવારે ફિરોઝપુરના ઝીરામાં એક રેલી દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સેખોને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. ૨૦૧૬ નાભા જેલ બ્રેક ઘટનામાં ગુરપ્રીત સેખોન પણ આરોપી હતા.સેખોના આમ આદમી પાર્ટીમાં જાડાવા પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું છે કે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અત્યંત હિંસક રહેશે.બલકૌરે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીમાં ઓછા સ્વયંસેવકો હશે, પરંતુ તેના બદલે ૧૫ ગુંડાઓ ચૂંટણી લડશે. તેમણે કહ્યું, “પહેલા એક-બે હત્યા કરો, પછી ચૂંટણી લડો અને સીધા વિધાનસભા પહોંચો.” બલકૌર સિંહે કહ્યું કે હવે પંજાબના લોકોએ નક્કી કરવાનું છે કે ગુનેગારોને વિધાનસભામાં ચૂંટવા કે પ્રામાણિક અને સમજદાર લોકોને જે વિધાનસભામાં જઈને લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવશે.
અકાલી દળ (એસએડી) એ આપ પર નિશાન સાધતા કહ્યું કે ગુંડાઓ સામે આપ સરકારનું નવું અભિયાન પ્રેમ દર્શાવવાનું છે, હુમલો કરવાનું નહીં. આજે, કુખ્યાત નાભા જેલબ્રેકના માસ્ટરમાઇન્ડ અને જાણીતા ગેંગસ્ટર ગુરપ્રીત સેખોને માત્ર પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, પરંતુ મુખ્યમંત્રીએ પોતે ગળે લગાવીને તેમનું હીરોની જેમ સ્વાગત કર્યું હતું. જા ગુંડાઓ પ્રત્યે આપ સરકારની આ નીતિ છે, તો તમે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કલ્પના કરી શકો છો.ભાજપના નેતા ફતેહ જંગ બાજવાએ પણ એક નિવેદન બહાર પાડ્યું.ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા ગુરપ્રીત સેખોના આમ આદમી પાર્ટીમાં જાડાવા અંગે, ભાજપના નેતા ફતેહ જંગ બાજવાએ કહ્યું કે નાભા જેલબ્રેક કેસમાં સેખોની કથિત સંડોવણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ જ મુખ્યમંત્રીએ અગાઉ દાવો કર્યો હતો કે ગુંડાઓ બાદલ પરિવાર અને કોંગ્રેસ પાર્ટીનું સર્જન છે. તો હવે આવા વિવાદાસ્પદ વ્યક્તિઓ તેમના રાજકીય સંઘર્ષને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટી તરફ કેમ વળી રહ્યા છે? ગુરપ્રીત સિંહ સેખોન નાભા જેલબ્રેક દરમિયાન ભાગી ગયેલા છ આરોપીઓમાંના એક હોવાનું કહેવાય છે. આરોપ એ છે કે આપની એકમાત્ર પ્રાથમિકતા ચૂંટણી બેઠકો જીતવાની છે, પછી ભલે તે પાર્ટીમાં કોને લાવે. પંજાબના લોકો આવા તત્વોને મત નહીં આપે.








































