મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જાહેર સ્થળોના નામકરણને લઈને ફરી એકવાર રાજકારણ તેજ બન્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ ગોવંડીના શિવાજી નગર વિસ્તારમાં ટીપુ સુલતાન નામના મ્યુનિસિપલ પાર્કના નામકરણના પ્રસ્તાવને પાછો ખેંચવાની ભલામણ કરી છે. સ્થાનિક રહેવાસીઓ અને કેટલાક સંગઠનોના સતત વિરોધને કારણે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. આ પ્રસ્તાવ હવે મ્સ્ઝ્રની માર્કેટ અને ગાર્ડન કમિટીની બેઠકમાં ચર્ચા માટે મૂકવામાં આવશે. સમિતિ નક્કી કરશે કે પાર્કને “ટીપુ સુલતાન ઉદ્યાન” નામ આપવાની દરખાસ્તને ઔપચારિક રીતે પાછી ખેંચી લેવી કે નહીં.
જાન્યુઆરી ૨૦૨૧ માં વિવાદ શરૂ થયો હતો, જ્યારે તત્કાલીન સમાજવાદી પાર્ટીના કોર્પોરેટર રૂખસાના સિદ્દીકીએ નવા વિકસિત પાર્કનું નામકરણ ટીપુ સુલતાન નામકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્્યો હતો. જાકે, તે વર્ષના જુલાઈમાં, માર્કેટ અને ગાર્ડન કમિટીની બેઠકમાં પાર્ક પર અધૂરા સિવિલ વર્કને ટાંકીને નામકરણનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો.બીએમસી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, પાર્કનું વિકાસ કાર્ય ફેબ્રુઆરી ૨૦૨૨ માં પૂર્ણ થયું હતું. તેમ છતાં, સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સંગઠનોએ નામકરણનો વિરોધ ચાલુ રાખ્યો હતો. પોતાના નવા પ્રસ્તાવમાં, વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સ્થાનિક વિરોધને કારણે પાર્કનું નામ “ટીપુ સુલતાન ઉદ્યાન” રાખવું યોગ્ય રહેશે નહીં. એ નોંધવું જાઈએ કે થાણેના મીરા-ભાયંદરમાં ટીપુ સુલતાન ચોકનું નામ બદલવાનો અગાઉનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ કોર્પોરેટર રૂખસાના સિદ્દીકીએ વહીવટીતંત્રના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે ટીપુ સુલતાન અંગ્રેજા સામે લડ્યા હતા અને તેમનો ઇતિહાસ મહારાષ્ટ્રના શાળાઓમાં વર્ષોથી ભણાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ધાર્મિક ઓળખના આધારે ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, માર્કેટ અને ગાર્ડન કમિટીના અધ્યક્ષ હેતલ ગાલાએ જણાવ્યું હતું કે આ એક જૂનો પ્રસ્તાવ છે, અને વહીવટીતંત્રે હવે ઔપચારિક રીતે સમિતિને તેની ભલામણ સુપરત કરી છે. આ સમગ્ર વિવાદ ફરી એકવાર મુંબઈમાં જાહેર જગ્યાઓના નામકરણની આસપાસના રાજકારણને ઉજાગર કરે છે.







































