રાજુલા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજુલા-જાફરાબાદ-ખાંભા વિધાનસભા વિસ્તારના મહિલા સભ્યો માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અનોખી પહેલની જાહેરાત કરી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતની બેઠકોના મહિલા સભ્યોને રૂ.૧ લાખની વિકાસલક્ષી ગ્રાન્ટ આપવામાં આવશે. મહિલા સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા સ્થળોએ આ ગ્રાન્ટમાંથી જરૂરી વિકાસકાર્યો હાથ ધરાશે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના નાના-મોટા વિકાસકાર્યોને વેગ મળવાની સાથે મહિલા જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવવાની તક મળશે.










































