બગસરા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓને જાણ કરવામાં આવી છે કે આગામી તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ બુધવારથી તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ શનિવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ તેમજ અનાજ અને કઠોળની જાહેર હરરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના પ્રમુખની યાદીમાં જણાવ્યા મુજબ રજાના સમયગાળા દરમિયાન ખેડૂતો અને વેપારીઓએ હરરાજી માટે યાર્ડ ખાતે આવવાનું ટાળવું. ત્યારબાદ તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સોમવારથી જાહેર હરરાજીનું તમામ કામકાજ નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. આ અંગે તમામ ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ અને સંબંધિતોએ નોંધ લેવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.