લાઠી તાલુકાના તાજપર ગામે ગ્રામીણ વિકાસને ગતિ આપવા માટે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ધારાસભ્યે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. નવું પંચાયત ભવન ગ્રામજનો માટે સુવિધાયુક્ત સાબિત થશે. તેમણે ગ્રામ્ય સ્તરે માર્ગ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની પ્રાથમિકતા દોહરાવી હતી.ગામના સરપંચ વિજયભાઈ બારડે જૂના ભવનમાં જગ્યાની અછત હોવાનું જણાવી આ આધુનિક નિર્માણ બદલ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સરપંચ વિજયભાઇ બારડ, તાલુકા પંચાયતના સભ્ય, ગામના આગેવાનો, કાર્યકરતાઓ તેમજ સ્થાનીક ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતાં. સૌએ ગામના વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.









































