જાફરાબાદ પંથકમાં એક ચકચારભર્યો કિસ્સો સામે આવ્યો છે. વાડીએ રહેતા એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની હતી. ત્યારબાદ આરોપીએ ગર્ભપાત કરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે સગીરાના કાકાએ જાફરાબાદના વાંઢ ગામે વાડીએ રહેતા અને મૂળ રાજુલાના મોટા આગરિયા ગામના અલ્પેશ બાબુભાઈ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની ભત્રીજી સાથે બળજબરીથી અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. ઉપરાંત, ગર્ભપાત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ એમ. એ. દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.