ઉના તાલુકાના મોઠા ગામે આવેલા સુપ્રસિધ્ધ પૌરાણિક મંદિર ઘોરીયાદાદાના સાનિધ્યમાં બ્રહ્મલીન સંત તપસ્વી બાપુની ૨૫મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર લોકોની અપાર આસ્થાનું કેન્દ્ર હોઈ, મોટી સંખ્યામાં ભક્તજનો અને સેવકગણોએ અહીં ઉપસ્થિત રહી દર્શન, પૂજા અર્ચના અને આશીર્વાદનો લાભ લીધો હતો. આ પાવન અવસરે મંદિરમાં હોમાત્મક યજ્ઞ અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે ૧૧૦૦ ફળાવ વૃક્ષોનું
વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.







































