અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા પાર્ટીના મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન અને જીલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણ સાથેની ચર્ચા બાદ આ નિર્ણયો લેવાયા છે.સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે ધર્મેશ વિસાવળીયા અને સહ ઇન્ચાર્જ તરીકે અનિરુધ્ધ બોરીચા તથા મહેશ મારૂની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત મીડિયા વિભાગના સહ ઇન્ચાર્જ તરીકે હિરેન ચાવડા અને હિરેન યાદવની નિમણૂક કરવામાં આવી છે. આ નવી નિમણૂકો અંગે જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી.