દીવના ઝોલાવાડી મેઈન રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી મહિન્દ્રા થારે ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક કેવલ મકવાણા નામના યુવકને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને વધુ સારવાર અર્થે ઉના રિફર કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર થાર ચાલક ધ્રુવેશ દેવજી અને ઈજાગ્રસ્ત યુવક બંને લંડન સ્થિત એનઆરઆઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે થાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





































