જાફરાબાદ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી હેઠળ શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દરિયા રવિયા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જાફરાબાદ દ્વારા ટી-જેટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પરંપરાગત રીતિ-રિવાજ અને ધાર્મિક ભાવના સાથે દરિયા દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મત્સ્યખેડૂતો તેમજ દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સમૃધ્ધિ, સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તથા આગામી દિવસોમાં સુખાકારી અને પ્રગતિ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.દરિયા પૂજનના કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની પરંપરા અને સંસ્કૃતિ સાથે લોકોના દરિયા પ્રત્યેના આત્મીય સંબંધને ઉજાગર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.


































