ભાવનગર રેન્જ આઈજી આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એલસીબી પીઆઈ સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અમરેલી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે કાર્યવાહી કરી હતી. બાતમી અને ટેકનિકલ સપોર્ટના આધારે ટીમે સાવરકુંડલા રોડ, અમરેલી ખાતેથી પ્રકાશભાઈ જેઠાભાઈ ભાટીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશને સોંપેલ છે. આરોપી સામે સિહોર કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હતો, જેમાં દર મહિને રૂ. ૩,૦૦૦ ચૂકવવાનો હુકમ હોવા છતાં રકમ ન ભરતાં કોર્ટે સજા વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ કામગીરી પીએસઆઈ એન.જી. સાપરા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.









































