જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.નવી ટીમની જાહેરાત બાદ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે ભીમજીભાઈ માયાભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે આતુભાઈ સુરાભાઈ બારૈયા અને હરેશભાઈ છગનભાઈ સોલંકીને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.નિમણૂક પ્રસંગે રાજકીય, સામાજિક અને સંગઠનના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરિયા તેમજ જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.






































