રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ ચોમાસામાં અકસ્માત નિવારણ માટે રાજુલા પોલીસે હિંડોરણા અને ખાખબાઈ ગામ નજીક ધાતરડી નદીના જોખમી વિસ્તારોમાં ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવ્યા છે. બોર્ડ દ્વારા નદીમાં સ્નાન ન કરવા, ધસમસતા પાણીમાં પ્રવેશ ન કરવા તેમજ બિનજરૂરી અવરજવર ટાળવાની સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલમાં સાવચેતી રાખી પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પોલીસે અપીલ કરી છે. સ્થાનિક લોકોએ પોલીસની આ જનજાગૃતિ પહેલને આવકારી છે.