જિલ્લામાં ટાઢોડું થતાં જ ફરી ચોર ઇસમો સક્રિય થયા છે. નાના ભંડારીયા ગામે મકાનમાંથી રૂ. ૧૦ અને ૨૦ના નવી નોટના બંડલોની ચોરી થઈ હતી. બનાવ અંગે નરેશભાઈ લક્ષ્મણભાઈ ત્રાપસીયા (ઉ.વ.૫૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, સંજયભાઇ મનુભાઈ ત્રાપસીયા, રમેશભાઇ વિઠ્ઠલભાઇ ત્રાપસીયા અને મનસુખભાઈ રાણાભાઇ ભવાણીના મકાનના તાળા તોડી ઘરવખરીનો સામાન વેરવિખેર કર્યો હતો. તેમજ ચતુરભાઇ મોહનભાઇ કાલસરીયા ઉર્ફે ‘શેઠ’ના બંગલાના તાળા તોડી, તેમાં રાખેલા રૂ. ૧૦ અને ૨૦ની નવી નોટોના બંડલો (જેની કિંમત આશરે રૂ. ૨૫,૦૦૦ થાય છે) કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. વી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.





































