અમરેલીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલ વેલકમ ઈનના ડ્રોઅરમાંથી રૂ. ૫૦ હજારની ચોરી અંગે સુરતના યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કુંકાવાવ-વડીયાના જંગર ગામના આકાશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ. ૨૩)એ સુરતમાં રહેતા જીકેશ રાજેશભાઈ પાનસુરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ જે હોટલમાં કામ કરતા
હતા તે હોટલ વેલકમ ઈનમાં ચોરી કરવાના ઈરાદે જીકેશ રાજેશભાઈ પાનસુરીયા રોકાયા હતા.રાત્રિ દરમિયાન હોટલમાં તેમના ખિસ્સામાંથી રિસેપ્શનના ટેબલના ડ્રોઅરની ચાવી કાઢી લઈ, ડ્રોઅરના ખાનામાં રાખેલી આશરે રૂ. ૫૦,૦૦૦ની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.