ભારતીય ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની શરૂઆત ખાસ પ્રભાવશાળી નહોતી. તેમણે આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન કેપ્ટનશીપ સંભાળી હતી, જ્યાં ટીમ ઇન્ડિયાને ૨-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી ૨૦ શ્રેણી પણ ૪-૦ થી ગુમાવી દીધી. સતત બે શ્રેણી ગુમાવ્યા બાદ, શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાની પહેલી શ્રેણી જીત મેળવી છે. આ પ્રવાસની બીજી ્‌૨૦ મેચમાં, ભારતે ઝિમ્બાબ્વેને ૯૦ રનથી હરાવીને શ્રેણીમાં ૨-૦ ની લીડ મેળવી.
બીજી ટી૨૦ મેચ જીત્યા બાદ પ્રેઝન્ટેશન સમારોહમાં, શ્રેયસ ઐયરે પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ટીમે આ શાનદાર જીત કેવી રીતે મેળવી તેનાથી તે ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે તે સમગ્ર ટીમનું સંયુક્ત અને ઉત્તમ પ્રદર્શન હતું. બેટિંગની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ઇશાન કિશન અને તિલક વર્માએ ખરેખર સારી બેટિંગ કરી, અને તેમના કેટલાક શોટ એકદમ સુંદર હતા. શરૂઆતમાં, એવું લાગતું હતું કે ૧૮૦ થી ૨૦૦ નો સ્કોર સારો રહેશે, પરંતુ ટીમ ૨૨૦ સાથે સમાપ્ત થઈ, જે ઉત્તમ હતું. ત્યારબાદ બોલરોએ સચોટ લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરી, જેનાથી વિરોધી ટીમ લગભગ ૧૩૦ રન સુધી મર્યાદિત રહી.
યુવા ખેલાડીઓના નીડર વલણ અંગે, ઐયરે કહ્યું કે રમત આ માનસિકતા સાથે રમવી જાઈએ. ભૂતકાળને ભૂલીને, વર્તમાનમાં જીવવું અને દરેક તકનો સંપૂર્ણ લાભ લેવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ટીમમાં દરેકને આગળ વધવા અને શીખવાની સલાહ આપવામાં આવી રહી છે. આગામી મેચ માટે ટીમમાં ફેરફાર અંગે, તેમણે કહ્યું કે તેમણે હજુ સુધી કોચ સાથે આ અંગે વાત કરી નથી, પરંતુ પ્રિન્સ યાદવની ઇજાને કારણે, આગામી ટી ૨૦માં એક કે બે ફેરફાર જાવા મળી શકે છે.પ્રિન્સ યાદવ બીજી ટી ૨૦માં બોલિંગ કરતી વખતે હેમ્સ્ત્રીંગની ઇજાનો અનુભવ થયો. આ કારણે, તેણે તેના સ્પેલના બીજા ઓવરમાં મેદાન છોડી દેવું પડ્યું. આ મેચમાં પ્રિન્સે ૧.૨ ઓવર ફેંકી અને ૧૦ રન આપીને બે વિકેટ લીધી. ડેબ્યુ કરનાર યશ ઠાકુરે પણ ૪ ઓવરમાં ૩૦ રન આપીને બે વિકેટ લીધી. ભારત તરફથી અભિષેક શર્મા સૌથી સફળ બોલર રહ્યો, તેણે ૨.૫ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી.