ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસની રમત દરમિયાન મેચ દરમિયાન બેન સ્ટોક્સના નિવૃત્તિની જાહેરાતનો વીડિયો જાહેર કરવા અંગે આઇસીસીએ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને પત્ર મોકલ્યો છે. નોટિંગહામ સ્ટેડિયમમાં કિવીઝ સામેની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલાં બેન સ્ટોક્સે ડ્રેસિંગ રૂમમાં તેના સાથી ખેલાડીઓને નિવૃત્તિની જાહેરાત કરી. ઈસીબીએ આખી વાતચીતનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને બ્રોડકાસ્ટર સાથે શેર કર્યો. ચોથા દિવસે રમતના બીજા સત્રના અંત પહેલા સ્ટોક્સની નિવૃત્તિના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા, અને આ વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો.આઇસીસીએ હવે ઈસીબીને એક પત્ર મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફૂટેજ પ્રકાશિત કરવાથી આંતરરાષ્ટÙીય મેચોમાં પ્લેયર્સ અને મેચ ઓફિસિયલ્સ એરિયા માટે નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન થાય છે.
સ્પોર્ટ્‌સ અનુસાર, આ બાબતે ઈસીબીને આઇસીસીના પત્રમાં જણાવાયું છે કે પીએમઓએ (પ્લેયર્સ મેચ ઓફિસિયલ્સ એરિયા) ના કલમ ૨.૨.૧૧ માં જણાવાયું છે કે યજમાન બોર્ડે ખાતરી કરવી જાઈએ કે ટીમો દ્વારા વિડિયો કે ઓડિયો ફૂટેજ પ્રસારિત કરવા માટે ઉપયોગમાં લેવાતા કોઈપણ ડ્રેસિંગ રૂમમાં કોઈ ફિક્સ્ડ કે ટેમ્પરરી વિડિયો કેમેરા કે અન્ય રેકો‹ડગ સાધનો ઇન્સ્ટોલ ન કરવામાં આવે. આઇસીસીએ તેના પત્રમાં જણાવ્યું હતું કે ઈસીબીએ ટેસ્ટના અંત પહેલા સ્ટોક્સની વાતચીતના ફૂટેજ અને ઓડિયો રેકોર્ડ કરીને અને પ્રસારિત કરીને આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે.આઇસીસીએ અગાઉ ઈસીબીને સલાહ આપી હતી કે પીએમઓએમાં શૂટ કરાયેલા કોઈપણ ફૂટેજમાં ઓડિયો હોવો જાઈએ નહીં અને મેચ પહેલા તેને રિલીઝ ન કરવો જાઈએ.
બેન સ્ટોક્સના નિવૃત્તિના વીડિયોને મેચ દરમિયાન રિલીઝ કરવા અંગે આઇસીસીના પત્ર અંગે ઈસીબી કે આઇસીસી દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઈસીબીના ચેરમેન રિચાર્ડ થોમ્પસન આઇસીસીના ચેરમેન જય શાહ સાથે મળ્યા બાદ, ૫ જુલાઈના રોજ રમાયેલી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ફાઇનલના એક દિવસ પહેલા આઇસીસીએ ઈસીબીને આ પત્ર મોકલ્યો હતો.