સાવરકુંડલા તાલુકાની ધાર પ્રાથમિક શાળા અને ધજડીપરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલકોની ભરતી કરવામાં આવી રહી છે. લાયક ઉમેદવારોએ ૨૧ જુલાઈ, ૨૦૨૬ સુધી અરજી કરવી જરૂરી છે.
અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. પસંદગી પામનાર ઉમેદવારોને સરકારના નિયમો મુજબ માનદ વેતન આપવામાં આવશે. નિયત અરજીપત્રક ૧૮ જુલાઈ, ૨૦૨૬ સુધી કચેરીના સમય દરમિયાન સાવરકુંડલા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી મેળવી શકાશે. સંપૂર્ણ ભરેલું અરજીપત્રક જરૂરી આધાર-પુરાવા સાથે ૨૧ જુલાઈ, ૨૦૨૬ સુધી રજિસ્ટ્રી શાખા, મામલતદાર કચેરી, સાવરકુંડલા ખાતે જમા કરાવવું રહેશે.