નાગાર્જુન દક્ષિણ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે અને તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. નાગાર્જુન છેલ્લે “કૂલી” માં જાવા મળ્યો હતો, જેમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. હવે, નાગાર્જુન તેમની નવી ફિલ્મ માટે સમાચારમાં છે, જે તેમની ૧૦૦મી ફિલ્મ પણ બનવા જઈ રહી છે. નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મની જાહેરાતથી તાજેતરમાં અભિનેતાના ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. આ ફિલ્મનું નામ હાલમાં “કિંગ ૧૦૦” છે, અને એવી અફવાઓ છે કે તબ્બુ પણ ફિલ્મમાં તેમની સાથે કામ કરી શકે છે. જાકે, બંને વચ્ચે કોઈ રોમેÂન્ટક અેંગલ નહીં હોય; તેના બદલે, તે એક મહિલા ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે.
નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, તેમના ચાહકો ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે. તેઓ તેને મોટા પડદા પર જાવા માટે ઉત્સુક છે. દરમિયાન, ફિલ્મમાં તબ્બુની એન્ટ્રીની પણ ચર્ચા થઈ રહી છે. જા આવું થાય, તો તબ્બુ અને નાગાર્જુન ૨૮ વર્ષ પછી મોટા પડદા પર સાથે જાવા મળશે. જાકે, આ અહેવાલોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, કારણ કે નિર્માતાઓ કે અભિનેત્રીએ આ અહેવાલોનો જવાબ આપ્યો નથી.
“કિંગ ૧૦૦” માં તબ્બુ નાગાર્જુન સાથે રોમાન્ટિક એન્ગલ નહીં બતાવે તેવી ચર્ચા છે. હાલમાં, તબ્બુના પાત્ર વિશે કોઈ વધુ અપડેટ્સ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મમાં મહિલા ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે. વેરાયટી ઇન્ડીયાના એક અહેવાલ મુજબ, તબ્બુ “કિંગ ૧૦૦” માં ખલનાયકની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન આર.એ. કાર્તિક કરી રહ્યા છે અને તેમાં નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં જાવા મળશે.
કામની વાત કરીએ તો, તબ્બુ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. તે છેલ્લે અક્ષય કુમાર, વામિકા ગબ્બી અને પરેશ રાવલ અભિનીત “ભૂત બાંગ્લા” માં જાવા મળી હતી. તે પહેલા, તેણીએ ૐર્મ્ં ની વખાણાયેલી શ્રેણી “ડ્યુનઃ પ્રોફેસી” માં સિસ્ટર ફ્રાન્સેસ્કાની મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણીએ નેત્ફલીક્સ “ખુફિયા” માં તેણીની ભૂમિકા માટે પણ ધ્યાન ખેંચ્યું હતું અને આગામી સમયમાં તે વિજય સેતુપતિ સાથે “સ્લમડોગ મિલિયોનેર” અને અજય દેવગણ અભિનીત “દ્રશ્યમ ૩” માં જાવા મળશે.











































