ચલાલામાં સુરત પાસિંગની કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જાફરાબાદના ધારાબંદર ગામે રહેતા યોગેશભાઈ જેંતીભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા તેમનો પરિવાર કચ્છથી કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ ચલાલા ગામે પહોંચીને ફરસાણની દુકાન તરફ ચાલીને જઈ રહ્યા હતા, તે સમયે આવેલી સુરત પાસિંગની એક કારે તેમની દીકરીને ટક્કર મારી હતી. જેમાં દીકરીને ઈજાઓ પહોંચી હતી.
ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ખોડાભાઈ બગડા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.






































