આગામી ૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે
ગુજરાતમાં જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ નિરાશાજનક રહ્યા બાદ, જુલાઈ મહિનાના પ્રારંભે જ મેઘરાજાએ મેઘાની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૦૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૦૭ તાલુકમાં વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં ૭.૯૯ ઇંચ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં ૮ ઇંચ (૭.૯૯ ઇંચ) નોંધાયો છે. આ ઉપરાંત બારડોલીમાં ૮ ઇંચ, વલસાડના ઉમરગામમાં ૮ ઇંચ, મહુવામાં પોણા ૮ ઇંચ અને વાપીમાં ૭.૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેમાં ખાસ કરીને સુત્રાપાડા, ઉના અને કોડીનારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુત્રાપાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જેમાંથી સવારે ૪થી ૭ વાગ્યા સુધીના માત્ર ૩ કલાકમાં જ ૪ ઇંચ અને સવારે ૬થી ૮ના બે કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે.
ઉના શહેરમાં પણ સવારે ૬થી ૮ વાગ્યા સુધીના બે કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ૧ ઇંચથી વધુ ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વહેલી સવારથી જ લોકજીવન તેમજ અવરજવર નહિવત્ થઈ ગઈ છે. આ ઉપરાંત, કોડીનાર તાલુકામાં પણ સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વ્યાપક વરસાદ નોંધાયો છે, જેના પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. સુત્રાપાડામાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં સવારના માત્ર ૩ કલાકમાં જ ૪ ઇંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત ઉના અને કોડીનાર પંથકમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં ૭ ઇંચથી વધુ અને કેશોદમાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત (પલસાણા)માં ૮ ઇંચ, બારડોલીમાં ૮ ઇંચ, ઉમરગામમાં ૮ ઇંચ, મહુવામાં ૭.૭૫ ઇંચ, માળિયાહાટીનામાં ૭ ઇંચથી વધુ અને વાપીમાં ૭.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી ૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ૪ જિલ્લામાં રેડ એલર્ટ અને ૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વીજળી પડવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના મતે, રાજ્યમાં અત્યારે ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લા પ્રેશર એરિયા જેવી સિસ્ટમો સક્રિય થવાને કારણે વરસાદનું જાર વધ્યું છે. અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવવાની ઘટના પણ સામે આવી છે, જેમાં ૩૫ બકરા તણાયા હતા અને મહિલાઓનો જીવ મુશ્કેલીમાં મુકાયો હતો, જેમને સ્થાનિકોએ બચાવી લીધા હતા. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પવનની ગતિ ૪૦થી ૫૦ કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. રાજ્યમાં અત્યારે ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લા પ્રેશર એરિયા સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદનું જાર વધ્યું છે.










































