ગુજરાતમાં વધુ એક બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વડોદરાની માંજલપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે. નોંધનીય છે કે ધારાસભ્ય યોગેશ પટેલના નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી. માંજલવુર વિધાનસભા સીટ પર ૩૦ જુલાઈએ મતદાન થશે અને ૩ ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
રાજ્યમાં વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ૬ જુલાઈએ નોટિફિકેશન જાહેર થશે. જ્યારે ૧૩ જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ૧૪ જુલાઈએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ૧૬ જુલાઈ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ૩૦ જુલાઈએ મતદાન અને ૩ ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમઃ ૬ જુલાઈ એ નોટિફિકેશન જાહેર થશે ,૧૩ જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ ,૧૪ જુલાઈએ ફોર્મ ચકાસણી ,૧૬ જુલાઈ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ,૩૦ જુલાઈએ યોજાશે મતદાન ,૩ ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ
માંજલપુર વિધાનસભાની બેઠક પર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. વરિષ્ઠ નેતા યોગેશ પટેલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા. પરંતુ તેમના નિધનથી આ બેઠક ખાલી પડી હતી. યોગેશ પટેલ વડોદરાના દિગ્ગજ નેતા હતા. હવે ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવાની સાથે વડોદરા શહેરમાં ચૂંટણી આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે.










































