અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ૬ જુગારીને રોકડા રૂ. ૬૪૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. લાઠીમાંથી કાનજીભાઇ બટુકભાઇ બારૈયા, અશ્વિનભાઇ બટુકભાઇ બારૈયા, કલ્પેશભાઇ મનસુખભાઇ તેરવાડીયા જાહેરમા ગંજીપતાના પાના તેમજ પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૮૨૦ સાથે ઝડપાયા હતા. જ્યારે ખાંભાના જામકા ગામેથી વિનુભાઇ ગોવિંદભાઇ જાદવ, સોંડાભાઇ બાવભાઇ મકવાણા, ભાયાભાઇ નાનજીભાઇ ખસીયા, મોહનભાઇ મકવાણા, ગૌતમભાઇ હિપાભાઇ ખસીયા, વલકુભાઇ બાબુભાઇ ચૌહાણ તથા દિનેશભાઇ ગોબરભાઇ ગેંગડીયા જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. જે પૈકી ત્રણ ઈસમો રૂ.૫,૬૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે ચાર ઈસમો અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા.