અમરેલી શહેરમાં સોલાર પેનલ ફિટિંગના કામ દરમિયાન ઊંચાઈ પરથી નીચે પટકાતાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. અગાસી પર કામ કરતી વખતે અચાનક સંતુલન ખોરવાઈ જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અંગે દેવરાજીયાના જય ભગીરથ પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ બાબુભાઈ ભાલુ એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર રજનીભાઇ કાંતિભાઈ ભાલુ (ઉ.વ. ૨૩) અગાસી ઉપર લોખંડના ઘોડા પર ચડીને સોલારનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન ઘોડા પરથી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































