ભાવનગર રેન્જના અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવાની સાથે લોકાભિમુખ વહીવટને સાર્થક કરતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસ.પી. દ્વારા ૧૦ જેટલા અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમની અરજીઓની પ્રગતિ અને પોલીસ કાર્યવાહીની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આ સંવાદમાં મુખ્યત્વે અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા સુરક્ષા, જમીન-મકાનના વિવાદો અને પારિવારિક સમસ્યાઓ અંગે ચર્ચા થઈ હતી. તમામ અરજદારોએ પોલીસની તટસ્થ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એસ.પી. સંજય ખરાતે અધિકારીઓને નિષ્પક્ષ અને સમયસર તપાસ પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી, જેનાથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ સુદ્રઢ બન્યો છે.