રાજ્યના ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે અમરેલી શહેર ભાજપ, કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી તથા સહભાવના વૃક્ષધામ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ પર ૧૧૧ વૃક્ષના વાવેતર સાથે અમરેલી વિધાનસભામાં પ૧૦૦૦ વૃક્ષના વાવેતરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ
વૃક્ષો ઉછેરવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ તકે શિતલ આઈસ્ક્રીમ ડીજેબીએસ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૧ વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાયો હતો.