રાજુલાના છતડીયા રોડ પર આવેલા એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે કેરી ઉત્સવ અને સમૈયાનું ભવ્ય આયોજન કરાયું હતું. હરિભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરાયેલી કેરીઓ બાદમાં રાજુલા સરકારી હોસ્પિટલ, મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલ, મારુતિ ધામ અને જરૂરિયાતમંદ પરિવારોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે પૂજ્ય ત્યાગ સ્વામી તથા પૂજ્ય ધર્મભૂષણ સ્વામીએ ઉપસ્થિત રહીને ભક્તોને માનવસેવાની પ્રેરણા આપતા આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે દાતા અજયભાઈ મરાઠી તરફથી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ૩૦૦થી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો. સમગ્ર મહોત્સવ ભક્તિ અને સેવાના સુંદર સમન્વય સાથે સંપન્ન થયો હતો.









































