ગુજરાત માસ્ટર્સ ખેલકુદ મંડલ દ્વારા નડિયાદના સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્ય માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૬૦૦ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉનાની જયશ્રી અશ્વિનકુમાર બાંભણીયાએ ૫૦૦૦, ૧૫૦૦ અને ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જયશ્રીને ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા મેડલ એનાયત કરાયા હતા. જયશ્રીએ આ સિધ્ધિ મેળવી કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.