દક્ષિણ ગુજરાતના ઉમરગામ પંથકમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જાવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસતા લોકોમાં ગરમીમાંથી રાહતનો અહેસાસ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન જનતાને આ વરસાદે થોડી ઠંડક આપી હતી.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જાવા મળ્યો છે. ખાસ કરીને ઉમરગામના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
એક તરફ સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે આ વરસાદ ખુશીની લહેર લઈને આવ્યો હતો, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વલસાડ અને ઉમરગામ પંથક આફુસ અને કેસર કેરીના બગીચાઓ માટે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે. હાલ કેરી ઉતારવાની અને બજારમાં મોકલવાની મુખ્ય સિઝન ચાલી રહી છે.ટેક ઓટો સમાચાર
ખેડૂતોના જણાવ્યા મુજબ, આવા સમયે પડતો કમોસમી વરસાદ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. વરસાદના કારણે કેરીમાં મધિયો રોગ આવવાની, ફળ કાળા પડી જવાની અને જારદાર પવનના કારણે તૈયાર કેરી આંબા પરથી ખરી પડવાની શકયતા વધી જાય છે.
જા પાકની ગુણવત્તા બગડે તો બજારમાં યોગ્ય ભાવ મળવો મુશ્કેલ બની શકે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે. સતત બદલાતા હવામાન અને કમોસમી વરસાદના કારણે બાગાયતી પાક પર જાખમ વધી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.હાલ માટે વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી છે, પરંતુ ધરતીપુત્રો માટે આ બદલાતું વાતાવરણ ચિંતાનો વિષય બની ગયું છે.









































