પ્રતિક સ્મિતા પાટિલના તેના પિતા રાજ બબ્બર સાથેના સંબંધો લાંબા સમયથી સમાચારમાં છે. બંને વચ્ચેનો તણાવ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ બંને વચ્ચે તણાવ ત્યારે સામે આવ્યો જ્યારે પ્રતીકે પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા અને તેના પિતા કે તેના પહેલા પરિવારના કોઈને આમંત્રણ આપ્યું નહીં, અને ત્યારબાદ તેની અટક “બબ્બર” થી બદલીને “સ્મિતા પાટિલ” કરી. પ્રતીકે ૨૦૨૫ માં તેની માતા સ્મિતા પાટિલના ઘરે લગ્ન કર્યા, જેના પગલે તેના સાવકા ભાઈ આર્ય બબ્બરે નારાજગી વ્યક્ત કરી. હવે, આર્ય બબ્બરે પ્રતિક પર તેના પિતા રાજ બબ્બરનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.
વિકી લાલવાણી સાથેની તાજેતરની વાતચીતમાં, આર્ય બબ્બરે તેના સાવકા ભાઈ પ્રતીકના વર્તન પર નારાજગી અને ઉદાસી વ્યક્ત કરી. આ વિશે વાત કરતા, તેમણે કહ્યું, “અમે અમુક સંબંધોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ કારણ કે તે ખૂબ જ નાજુક હોય છે. તેથી જ અમે તેમની ખૂબ કાળજી રાખીએ છીએ. પરંતુ અમે સમજી શક્યા નહીં કે પ્રતીકે તેની ભૂતપૂર્વ પત્નીથી છૂટાછેડા પછી અચાનક અમારો સંપર્ક કેમ બંધ કરી દીધો. મેં તેને ઘણી વાર ટેક્સ્ટ અને ફોન કર્યો, પરંતુ ક્્યારેય જવાબ મળ્યો નહીં.”
આર્ય બબ્બર આગળ સમજાવે છે કે કેવી રીતે પ્રતીકની વાર્તા હંમેશા તેના પિતા રાજ બબ્બર, તેની પહેલી પત્ની નાદિરા બબ્બર અને તેના પરિવારને ખલનાયક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. છતાં, પ્રતીક રાજ બબ્બરના પુત્ર હોવાનો ફાયદો ઉઠાવે છે. તેમણે કહ્યું, “એવું લાગે છે કે જ્યારે તમે કામથી બહાર હોવ, તમારી કારકિર્દી સારી ન હોય, અને તમને ખર્ચ માટે પૈસાની જરૂર હોય, ત્યારે તે તમારા પિતા બની જાય છે. જ્યારે તમે એ જ ઘરમાં રહો છો જે તમારા પિતાએ તમારી માતા સ્મિતા પાટિલ માટે ખરીદ્યું હતું, ત્યારે તે હજુ પણ તમારા પિતા છે. પરંતુ જ્યારે આદરની વાત આવે છે, ત્યારે તે તમારા પિતા નથી.”
પ્રતિકના નિવેદન પર દુઃખ વ્યક્ત કરતા આર્યએ આગળ કહ્યું, “એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્મિતાનો પુત્ર, જેના માટે મારા પિતાએ પોતાનો પરિવાર છોડી દીધો હતો, તે પોતાને તેના પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? એક મોટા ભાઈ તરીકે, હું હંમેશા તેની સાથે છું, પરંતુ જા મને પૂછવામાં આવે કે શું હું તેને પહેલા જેટલી તીવ્રતાથી પ્રેમ કરી શકું છું, તો મારો જવાબ ના હશે.”









































