ઉના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે બે ગુમ થયેલી મોટરસાયકલ શોધી કાઢી છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરી અને તેમની ટીમે બિનવારસી હાલતમાં મળી આવેલા શંકાસ્પદ વાહનોની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ બાઈક ભડીયાદરના ભીમભાઈ ગોહિલ અને ઉનાના મયુરભાઈ ચૌહાણની હોવાનું માલૂમ પડ્‌યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને વાહનો તેમના સાચા માલિકોને હેમખેમ પરત સોંપી હતી.