જાફરાબાદમાં રહેતી એક પરિણીતાને મગજની બીમારીની દવા શરૂ હતી. ડોકટરે દરરોજ લેવાનુ કહ્યું હતું પરંતુ દવા લેવાનું ભુલી જતા માથામાં દુખાવો થવા લાગ્યો હતો. તેમજ કોઇ ભાન ન રહેતા પોતાની મેળે ફિનાઇલની બોટલમાથી એક ઢાંકણુ ફિનાઇલ પી લીધું હતું. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































