સોશિયલ મીડિયાના દુરુપયોગ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ગુના આચરવાની ઘટનાઓમાં ગુજરાતમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મોરબી જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં સ્નેપચેટના માધ્યમથી સંપર્કમાં આવેલી એક યુવતીને લગ્નની લાલચ આપી, તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે મોરબી પોલીસે તાત્કાલિક એક્શન લઈને વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી સોશિયલ મીડિયા એપ સ્નેપચેટના માધ્યમથી સોહિલખાન ફિરોજખાન પઠાણ નામના યુવકના સંપર્કમાં આવી હતી. સોહિલખાને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. ગત તારીખ ૧૦-૦૫-૨૦૨૬ના રોજ આરોપી સોહિલખાને યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરી લીધું હતું.
યુવતીનું અપહરણ કર્યા બાદ આરોપી તેને રાજકોટ ખાતે આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી જ ન અટકતા, આરોપી સોહિલખાને યુવતીના કેટલાક વાંધાજનક (ન્યૂડ) ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ પોતાના મોબાઇલમાં લઈ લીધા હતા.
દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે યુવતીને ધમકી આપી હતી કે, જા આ બાબતે તે કોઈને પણ જાણ કરશે તો તે તેને જાનથી મારી નાખશે અને તેના ફોટો-વીડિયો વાયરલ કરી દેશે. આ ધમકીથી ડરી ગયેલી યુવતી જેમ-તેમ કરીને તેના ચુંગાલમાંથી મુક્ત થઈ પરિવાર પાસે પહોંચી હતી અને આપવીતી જણાવી હતી.
પરિવારજનોના સહકારથી યુવતીએ આ સમગ્ર મામલે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જાતા પોલીસે તાત્કાલિક આકરા પગલાં લીધા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપી સોહિલખાન ફિરોજખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન કબજે કરવા અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.