અમરેલીના જાળીયા ગામેથી એક યુવતી રાત્રે ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે પરેશભાઈ બાબુભાઈ સાંગાણીએ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી અર્ષિતાબેન સાંગાણી (ઉ.વ. ૨૧) રાત્રિના બે વાગ્યા આસપાસ ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી. ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.